BJP અને AIDMKના ગઠબંધનથી બદલાયુ રાજ્યસભાનું સમીકરણ, જાણો શું છે સ્થિતિ
ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતી મેળવી લીધી છે અને આ મોટો ફેરફાર એક દિવસ પહેલા AIADMKના NDAમાં ગઠબંધનને કારણે થયો છે. ભાજપ અને AIADMKના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર AIADMK સાંસદોના સમર્થનથી NDA ની તાકાત વધુ વધી છે , જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ભાજપ શાસિત સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે AIADMK એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં NDAના 119 સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર AIADMK સાંસદોના સમર્થનથી, ભાજપની આગેવાની…
31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે. ચાર દાયકાથી દેશમાં ત્રણ ઘા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પહેલો ઘા હતો. બીજો નક્સલવાદ હતો અને ત્રીજો ઉત્તર પૂર્વમાં બળવાખોરીનો હતો. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. આપણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. પાછલી સરકાર આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.” આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે” ‘હવે આતંકવાદીઓને જ્યાં મરતા હોય ત્યાં દફનાવવામાં આવે છે’ :- ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “મોદી સરકાર આતંકવાદ…








