Radhanpur-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઈકો ઘૂસી, 3નાં મોત; Devastating Loss

Radhanpur-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઈકો ઘૂસી, 3નાં મોત; એક બાળક સહિત 4 ઘાયલ પાટણ જિલ્લાનાRadhanpur-વારાહી રોડ પર નેશનલ હાઈવે નંબર-27 પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રાઘવજી હોટેલ નજીક રાત્રે આશરે 1 વાગ્યાના સમયે બનેલી આ ઘટનામાં ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલી અંજારની પરિવારની ઈકો કાર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.| અકસ્મતમાં ઈકો કારનો એટલો ભયાનક રીતે કચ્ચરઘાણ વળી ગયો હતો કે વાહનની આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  ->…