ગુજરાતમાં બે દિવસ માટે “નો ડ્રોન ઝોન”: પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 અને 21 નવેમ્બર 2025ના રોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ કાર્યક્રમોની મુલાકાત લેશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુરક્ષા વધારવા માટે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કચ્છના જિલ્લા કલેક્ટરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને આખા પશ્ચિમ કચ્છ જિલ્લામાં બે દિવસ માટે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. 20–21 નવેમ્બર: ડ્રોન સહિત તમામ ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ જાહેરનામા મુજબ બે દિવસ સુધી નીચેના તમામ સાધનોનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રહેશે: – ડ્રોન (Drone) – ક્વાડ કોપ્ટર (Quad Copter) – પાવર્ડ એરક્રાફ્ટ (Powered Aircraft) – માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (Micro Light Aircraft) – હેંગ ગ્લાઈડર (Hang Glider) – પેરા ગ્લાઈડર (Paraglider) – પેરા મોટર (Paramotor) – હોટ એર બલૂન (Hot Air Balloon)…

માહિતી વિભાગની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ડિસેમ્બરમાં

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે વર્ષ 2025ની જાહેરાતો બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન માહિતી વિભાગમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રથમ આરંભિક આયોજન અનુસાર પરીક્ષા 25 નવેમ્બર 2025ના રોજ લેવાની હતી. પરંતુ ઉમેદવારો અને અન્ય સંસ્થાઓ દ્વારા આ મુદ્દે વિવાદ ઉઠ્યો હતો, કારણ કે પરીક્ષા માટેની વિગતવાર અભ્યાસક્રમ જાહેરાતમાં સમાવિષ્ટ નહોતી. આ અભાવને લીધે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં મૂંઝવણમાં મુકાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી મુજબ, વિગતવાર અભ્યાસક્રમ મળતા જ અને વહીવટી કારણોસર પ્રાથમિક પરીક્ષા 15 ડિસેમ્બર 2025 (સોમવાર)એ લેવામાં આવશે. આ નવી તારીખ પર તમામ સંબંધિત ઉમેદવારોને…

ફિલ્મફેર એવોર્ડ 2025: અમદાવાદના આ રસ્તા આવતીકાલે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. ટ્રાફિક પ્રતિબંધ સમય – તારીખ: 11 ઓક્ટોબર – સમય: બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 2:00 વાગ્યા સુધી – બસો વૈકલ્પિક માર્ગે: બપોરે 12:00 વાગ્યાથી કયા રસ્તા બંધ રહેશે? – રાયપુર ચાર રસ્તા થી પારસી અગિયારી રોડ – વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ – કાંકરિયા ગેટ નં. 3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ નોંધ: ઉપરોક્ત માર્ગો પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ખુલ્લા માર્ગ અને વૈકલ્પિક રસ્તા – વાણિજ્ય ભવનથી મણીનગર અને ખોખરા સુધીનો માર્ગ ચાલુ રહેશે…