આવતી કાલે વડાપ્રધાન મોદી પ્રયાગરાજ જશે, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ ખાતે મહાકુંભનો મેળો યોજાયો છે. ત્યારે પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ સંગમ તટે પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ રહ્યા છે. રાજકારણીઓ, અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ મહાકુંભની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ પ્રયાગરાજ જશે. તેઓ 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. વડાપ્રધાન મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે. જ્યાંથી તેઓ 10.45 વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે 11 થી 11.30 વાગ્યાનો સમય…