કંગાળ પાકિસ્તાન માટે વિશ્વ બેંક બની ‘તારણહાર’: ₹6270 કરોડનું પેકેજ, શું જનતાના દિવસો બદલાશે?
ભયાનક આર્થિક સંકટ અને મોંઘવારીના જોરદાર દબાણમાં ઘેરાયેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે શનિવારે (20 ડિસેમ્બર) પાકિસ્તાનની સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે $700 મિલિયન (આશરે ₹62,70,41,45,000)ની લોન મંજૂર કરી છે. આ સહાય PRID (Public Resources for Inclusive Development) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં જાહેર સેવાઓ અને નાણાકીય માળખું મજબૂત બનાવવાનો છે. લોનના મહત્વપૂર્ણ હિસ્સા – $600 મિલિયન ફેડરલ (કેન્દ્રીય) કાર્યક્રમો માટે ફાળવવામાં આવ્યા. – બાકીના $100 મિલિયન સિંધ પ્રાંતમાં વિકાસલક્ષી યોજનાઓ માટે. – શાળાઓ, ક્લિનિક્સ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રોમાં રોકાણ વધારવાની આશા. વિશ્વ બેંકનો મેસેજ વિશ્વ બેંકના પાકિસ્તાન ડાયરેક્ટર બોલોર્મા અમગાબઝારે જણાવ્યું કે, પાકિસ્તાને આર્થિક વિકાસ માટે સ્થાનિક સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવો પડશે. લોન માત્ર નાણાકીય સહાય નથી,…







