gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા

રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટેની છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે. આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ એક શહેરમાંથી 1000 જેટલી અરજી આવેલી છે. જેમાં 800 વાંધા અરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર…

લીંબુના ભાવમાં અધધ…વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બદલાતા હવામાન સાથે શાકભાજીના ભાવમાં ધરખમ બદલાવ થઈ રહ્યો છે. ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે. ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 રૂ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 એ પંહોચ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં લીંબુનું 160 રુપિયામાં વેચાણ થાય છે જ્યારે છૂટક બજારમાં 200 રૂ કિલોએ વેચાય છે. આમ, એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો 60 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. આ પણ વાંચો :- સુજી ઢોકળા રેસીપી: સોજી…

Amreli : અમરેલીમાં લસણના ભાવમાં ઉછાળો, 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થવાના એંધાણ

અમરેલી જિલ્લામાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોના મતે આવનારા સમયમાં લસણ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ શકે છે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ પણ વાંચો :-…

ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના…