ડુંગળીના ભાવ વધતા સરકારનો મોટો પ્લાન! બફર સ્ટોક બહાર આવશે, નાશિકથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ 88 હજાર ટન ડુંગળી પહોંચાડાઈ
દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ખાસ કરીને દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સહિતના શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારે બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે દેશમાં ડુંગળીની અછત નથી, પરંતુ મોસમી પરિબળો અને પુરવઠા વ્યવસ્થાને કારણે કેટલાક વિસ્તારોમાં ભાવમાં વધારો થયો છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે હવે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવામાં આવશે. આ ઉપરાંત નાશિકથી દેશના મોટા શહેરો સુધી ડુંગળી પહોંચાડવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વ્યવસ્થાને ‘કાંદા એક્સપ્રેસ’ તરીકે ઓળખવામાં આવી રહી છે. એક મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોના છૂટક બજારોમાં ડુંગળીનો ભાવ ₹60થી ₹65 પ્રતિ કિલો સુધી…
મોંઘવારીનો વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો
મોંઘવારીના સતત વધતા દોર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક આર્થિક ઝટકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવો આજથી (બુધવાર) દેશભરમાં અમલમાં આવ્યા છે, જેમાં દિલ્હી-એનસીઆર સહિતના તમામ મેટ્રો શહેરો અને રાજ્યોનો સમાવેશ થાય છે. રોજના વેચાણ પર સીધી અસર મધર ડેરી દ્વારા આપેલી માહિતી મુજબ, કંપની દિલ્હીમાં દરરોજ લગભગ 35 લાખ લિટર દૂધનું વિતરણ કરે છે. ભાવમાં વધારાથી લાખો ગ્રાહકોની ખિસ્સા પર સીધી અસર થશે. મધર ડેરીના નવા ભાવો મુજબ, ટોન્ડ, ડબલ ટોન્ડ અને ફુલ ક્રીમ દૂધ સહિત વિવિધ પ્રકારના દૂધના પેકમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધના નવા ભાવ (પ્રતિ લિટર): દૂધનો પ્રકાર જૂનો ભાવ (₹) નવો ભાવ (₹) ટોન્ડ દૂધ (પાઉચ) 56 57 ફુલ…








