રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર નીતિન ગડકરીના કાર્યાલયનો ખુલાસો, કહ્યું- નિવેદનનો રાજકારણ સાથે….
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના તાજેતરના એક નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં શરૂ થયેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નાગપુરના એક કાર્યક્રમમાં ગડકરીએ નવી પેઢીને વધુ જવાબદારી સોંપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું ગડકરી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપી રહ્યા છે? જોકે, હવે તેમના કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે ગડકરીનું નિવેદન રાજકારણ અંગે નહોતું, પરંતુ લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટના કામકાજ અને ભવિષ્યના નેતૃત્વ અંગે હતું. ‘નવી પેઢીને તક આપવી જોઈએ’ નિવેદનથી મચી હતી હલચલ નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત કામ કરી રહ્યા છે અને હવે પહેલાં જેટલું કામ કરી શકતા નથી. તેમણે નવી પેઢીને વધુ…
લાઠીચાર્જ અને પેલેટ ગન મુદ્દે સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો, રાહુલ ગાંધીના ગંભીર સવાલ
દિલ્હીમાં તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી, કથિત લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગને લઈને રાજકીય તણાવ વધુ ઘેરો બન્યો છે. મંગળવારે ગૃહ બાબતોની સંસદીય સમિતિની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચાની માંગને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હોવાનો અહેવાલ છે. વિપક્ષી સભ્યોએ જંતર-મંતર અને સંસદ તરફના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી અંગે સમિતિમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષે ખાસ કરીને વિદ્યાર્થી સાહિલ લોચબને થયેલી પેલેટ ઈજાઓ અને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમિતિના અધ્યક્ષ તથા ભાજપના સાંસદ રાધામોહન દાસે આ મુદ્દાઓને બેઠકના એજન્ડામાં સામેલ કરીને ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ બાબતે બેઠકમાં વાતાવરણ ગરમાયું હતું અને વિપક્ષી…
બિહારમાં NEET પેપર લીક આંદોલન મામલે સરકાર દ્વારા કેસ પરત ખેંચવા સહિત 4 મહત્વના નિર્ણયો
બિહારમાં NEET-UG પેપર લીક મામલે થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 26 જુલાઈ 2026ના સાંજે 6:00 વાગ્યા સુધી પેપર લીક વિરોધી આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવશે. સાથે જ ધરપકડ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સરકારના આ નિર્ણયને કારણે હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. NEET પેપર લીક બાદ રાજ્યભરમાં થયો હતો ઉગ્ર વિરોધ NEET-UG પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આરોપોને લઈને બિહારના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાની માંગ સાથે પ્રદર્શન કર્યા હતા. કેટલાક સ્થળોએ વિરોધ ઉગ્ર બનતા…
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક 22 જુલાઈએ મળશે, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા
અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક 22 જુલાઈએ યોજાવાની છે. સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠકમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠક દરમિયાન રામ મંદિરના ચઢાવા (દાન) સાથે જોડાયેલા કથિત ગેરરીતિના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો અંતિમ અહેવાલ ઉપલબ્ધ હશે તો તેના પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ટ્રસ્ટની વિવિધ સમિતિઓની પુનઃરચના અને અગાઉની બેઠકોની કાર્યવાહીને મંજૂરી આપવાનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ છે. તાજેતરમાં રામ મંદિરના દાનમાં કથિત ચોરીના આરોપો સામે આવ્યા બાદ ટ્રસ્ટની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી અને મંદિરના સંચાલનને વધુ પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ચઢાવાની ગેરરીતિ બાદ SITની તપાસ અયોધ્યાના રામ મંદિરમાં દેશ-વિદેશમાંથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો
લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…
આગામી ચૂંટણીઓમાં કેટલાંયે સિટિંગ ઉમેદવારો કપાઈ જશે
15 વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, 27 ટકા OBC અનામત, રોટેશન અને 50 ટકા મહિલા અનામત સમગ્ર રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ દોડધામ તેજ બનાવી દીધી છે, બીજી તરફ વસતિના પ્રમાણમાં ઉમેદવારોને તક મળશે કે કેમ એ બાબતે ભંભેખંભ ચાલી રહ્યું છે કારણ કે પાછલાં પંદર વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, ક્યા મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના ખરેખર કેટલાં મત છે એ કોઈને ખબર નથી. વસતિ ગણતરી વર્ષોથી થઈ ન હોય, જેતે મતવિસ્તારની સાચી પરિસ્થિતિઓ શું છે, શું તેના સત્તાવાર આંકડાઓ કયાંય, કોઈ પાસે છે નહીં, આથી વિવિધ સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ મળશે કે કેમ- એ ભગવાન જાણે. બીજી તરફ આ ચૂંટણીઓ દરમ્યાન 27 ટકા OBC અનામતનો અમલ કરવાનો હોય, જનરલ કેટેગરીના…
15 માર્ચ સુધી રાજ્યની 152 નગરપાલિકાઓમાં યોજાશે સ્વદેશી મેળાઓ, મળશે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના…
ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકારની લાલ આંખ, બે વર્ષમાં ઝડપ્યું આટલા કરોડનું ડ્રગ્સ
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે. ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી સરકાર…
Budget 2026: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ
બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાહેરાત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ. પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે . વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ અભ્યાસ અર્થે 4 ટકાના…
પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, જાણો કોણ છે આ નેતા
આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ સાથે જ આજે સત્રના પહેલા દિવસે વિધાનસભાના ઉપાધ્યયક્ષની ચૂંટણી યોજાઇ હતી. . દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી અને તેમની જીત થઈ છે. વિધાનસભાના ઉપાધ્યયક્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ કોંગ્રેસ કે ભાજપનહીં પણ નોટા તરફ મતદાન કર્યું હતું.જીત બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જાણો કોણ છે પૂર્ણેશ મોદી ભાજપના નેતા પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર 1965ના રોજ સુરતમાં થયો હતો. વર્ષ 2022ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં સુરત પશ્ચિમ મતવિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા…
















