ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકારની લાલ આંખ, બે વર્ષમાં ઝડપ્યું આટલા કરોડનું ડ્રગ્સ

રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે.

ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી સરકાર
ગુજરાત પોલીસે ડ્રગ્સ બનાવતી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડી છે. તે ઉપરાંત ડ્રગ પેડલર અને ડ્રગ કાર્ટેલ્સને પકડીને ટોપ ટુ બોટમ તમામ પ્રકારના પાસાઓને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરી ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી ગુનેગારો સામે કડક પગલાં લીધા છે.

સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પણ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને તેમના પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે જ મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું
આ બાબતે વિગતે માહિતી આપતા મંત્ર કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1647 ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 3,727 કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુનાઓ હેઠળ 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 244.59 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

મંત્રી વેકરિયાએ ઉમેર્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે. ‘ડ્રગ્સને ઉગામો અને પકડનારને પ્રોત્સાહન’ ના સૂત્ર સાથે ગુજરાત સરકાર યુવા પેઢીને બચાવવા કટિબદ્ધ છે. ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે રાજ્યમાં 6 ઝોનમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું માળખું કાર્યરત કરવામાં આવ્યું છે.

ગેરકાયદે મિલકતો પર ફર્યું બુલડોઝર
ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર 0.8 છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ડ્રગ્સના વેપાર દ્વારા ઊભી કરવામાં આવેલી ગેરકાયદે મિલકતો પર પણ રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં રૂ.32.20 કરોડની મિલકતો જપ્ત કરી છે અને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું છે. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ્સ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું કે, દરિયાઈ માર્ગ હોય કે અન્ય માધ્યમ, ગુજરાત પોલીસ અને ATSની બાજ નજરને કારણે ડ્રગ્સના સોદાગરો માટે હવે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ્સ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને પરિણામે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે લોકભાગીદારી પણ વધી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Vadodara VNF Garba Anti Addiction Pledge Security: જ્યારે 70 હજાર યુવાનોએ એક અવાજે કહ્યું ‘નો ટુ ડ્રગ્સ’..

નવરાત્રિમાં સુરક્ષિત Vadodaraનો સંકલ્પ: VNF ગરબામાં 70 હજારથી વધુ લોકોએ લીધો નશામુક્તિનો સંકલ્પ Vadodara શહેર પોલીસનું ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત વડોદરા’ અભિયાન; માર્ગ સુરક્ષા, નારી સુરક્ષા, સાયબર સુરક્ષા અને બાળ સુરક્ષા બાદ હવે નશામુક્તિનો સંદેશ Vadodara: નવરાત્રિ એટલે આસ્થા, શક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો મહાપર્વ. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમતા લોકો માત્ર ધાર્મિક ઉત્સવની ઉજવણી જ નથી કરતા, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનું પણ કામ કરે છે. આ જ ઉત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી Vadodara શહેર પોલીસ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત Vadodara’ અભિયાન અંતર્ગત નાગરિકોને સુરક્ષા, જવાબદારી અને સામાજિક સુધારણા માટે સંકલ્પ લેવડાવવામાં આવી…

Mansa 550-Year-Old Divine Tradition Revived: નવરાત્રિના પાંચમે નોરતે યોજાઈ મા બહુચરજીની ભવ્ય પાલખી યાત્રા! Spiritual

ગાંધીનગરના Mansaમાં મા બહુચરજીની ભવ્ય પાલખી યાત્રા, 550 વર્ષ જૂની પરંપરાથી દેવીઓનું અલૌકિક મિલન Mansaમાણસામાં નવરાત્રીના પાંચમા નોરતે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો. મા બહુચરજીની ભવ્ય પાલખી યાત્રા સાથે મા ચામુંડા અને મા અંબાજી સાથેના અલૌકિક મિલનની પરંપરા ફરી જીવંત બની. આશરે 550 વર્ષ જૂની આ ઐતિહાસિક પરંપરાને લઈને નગરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. બેન્ડ-વાજાં, પરંપરાગત ગરબા અને ‘જય માતાજી’ના નાદથી સમગ્ર માણસા નગર ભક્તિમય બની ગયું હતું. ગાંધીનગર જિલ્લાના Mansa નગરમાં નવરાત્રીના પર્વ દરમિયાન એક અનોખી ધાર્મિક પરંપરાના પુનઃઆરંભથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. નવરાત્રીના પાંચમા નોરતે એટલે કે આસો સુદ પાંચમની રાત્રિએ મા બહુચરજીની પાલખી યાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન ગ્રામદેવી મા બહુચરજી પોતાની બહેનો અને ચાવડા વંશનાં કુળદેવી મા…