પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, જાણો કોણ છે આ નેતા

આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ સાથે જ આજે સત્રના પહેલા દિવસે વિધાનસભાના ઉપાધ્યયક્ષની ચૂંટણી યોજાઇ હતી. . દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી અને તેમની જીત થઈ છે.

વિધાનસભાના ઉપાધ્યયક્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ કોંગ્રેસ કે ભાજપનહીં પણ નોટા તરફ મતદાન કર્યું હતું.જીત બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

જાણો કોણ છે પૂર્ણેશ મોદી
ભાજપના નેતા પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર 1965ના રોજ સુરતમાં થયો હતો. વર્ષ 2022ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં સુરત પશ્ચિમ મતવિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પૂર્ણેશ મોદીની રાજકીયસફર સ્થાનિક સ્તરથી શરૂ થઈ હતી. વર્ષ 2000થી 2005 દરમિયાન તેઓ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા હતા .

વર્ષ 2013થી છે ધારાસભ્ય
વર્ષ 2009થી 2012 અને ફરી 2013થી 2016 દરમિયાન તેઓ સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2013માં તત્કાલીન ધારાસભ્ય કિશોરભાઈના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં જ પૂર્ણેશ મોદીએ જીત મેળવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા અને ફરી ચૂંટણી જીત્યા. ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાઈ ત્યારે પૂર્ણેશ મોદીને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું. તેઓ માર્ગ અને મકાન વિભાગના મંત્રી બન્યા હતા. ત્યાર બાદ ફરી વર્ષ 2022ની ચૂંટણીમાં ફરી ભાજપે પૂર્ણેશ મોદીને ફરી મેદાને ઉતાર્યા ને ફરી જીત મેળવી પરંતુ મંત્રી મંડળમાં સ્થાન નથી મળ્યું.

રાહુલ ગાંધી સામે કર્યો હતો કેસ
કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં મોદી સરનેમ મામલે ટિપ્પણી કરી હતી. જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે “બધા ચોરોની અટક મોદી કેમ છે?” જેને લઈને પૂર્ણેશ મોદીએ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…