15 માર્ચ સુધી રાજ્યની 152 નગરપાલિકાઓમાં યોજાશે સ્વદેશી મેળાઓ, મળશે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે.

‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના 16 શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી “સ્વદેશી ફેસ્ટિવલ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓની 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹10 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. આ સફળતાને આગળ વધારતાં હવે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા સ્વસહાય જૂથો (SHG), સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે.

રાજ્યની 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે
15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ 1500થી વધુ સ્ટોલ સ્વસહાય જૂથોને ફાળવવામાં આવ્યા છે, જ્યારે શેરી ફેરીયાઓને 1400થી વધુ સ્ટોલ આપવામાં આવ્યા છે. ખાણીપીણી માટે 1200 સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અન્ય કારીગરોને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે 1650થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ
રાજ્યમાં અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઝોનની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન 1 લાખથી વધુ લોકોએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી છે અને ₹83 લાખથી વધુનું વેચાણ થયું છે. આ સફળતા દર્શાવે છે કે નાગરિકો વોકલ ફોર લોકલ પહેલ સાથે ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આ સ્વદેશી મેળાઓ માત્ર વેપાર માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નોંધનીય પ્રયાસ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. તેને અનુસરીને ગુજરાત સરકાર આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બને અને દરેક નાગરિક સ્વદેશીના મંત્રને અનુસરે એ માટે સતત પ્રયાસો કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Patdi સરકારી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી… Spiritual 5

Patdi સરકારી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી, પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમી માહોલ ગજવ્યો Patdi: સુરેન્દ્રનગર જિલ્લાના Patdi ખાતે આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં નવરાત્રી પર્વ નિમિત્તે આનંદ અને ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય પ્રો. મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ગીત-સંગીત-નૃત્યધારાના કો-ઓર્ડિનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પિંકુબેન પરમારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર કોલેજ પરિસરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું. -> Patdi આચાર્યના માર્ગદર્શન હેઠળ નવરાત્રી કાર્યક્રમનું આયોજન : નવરાત્રી ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ ધરાવતો તહેવાર છે. માતાજીની આરાધના સાથે ગરબા અને રાસ દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં…

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…