DJના તાલે 2026ના વધામણાં, ગુજરાતમાં તો વરસાદી માહોલ વચ્ચે યુવાધન હિલોળે ચડ્યું

દુનિયાભરના લોકો માટે નવા વર્ષની રાત્રિ હંમેશા ખાસ હોય છે, અને 2026નું સ્વાગત પણ એ જ ઉત્સાહ સાથે થઈ રહ્યું છે. સમય ઝોન પ્રમાણે ધરતીના અલગ-અલગ ખૂણાઓમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપીય દેશ કિરિબાતીના કિરિટીમાટી આઇલેન્ડ પર 2026ની પહેલી સવાર ઉગતી જોવા મળી, જ્યાં લોકોએ પરંપરાગત ઉત્સવો અને ખુશીના માહોલ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ન્યૂઝીલેન્ડના ચાથમ આઇલેન્ડ અને ઓકલેન્ડમાં પણ નવાં વર્ષની ઉજવણી ઉત્સાહથી ભરી હતી. સ્કાય ટાવર આસપાસ હજારો લોકો ભેગા થયા અને રોશની, સંગીત અને આનંદ સાથે નવા વર્ષને વંદન કર્યું. એશિયામાં ચીન અને સિંગાપુર જેવા શહેરોમાં કાઉન્ટડાઉન અને ભવ્ય આતશબાજી સાથે ઉજવણી જોવા મળી. જાપાનમાં 31 ડિસેમ્બરના રોજ બૌદ્ધ મંદિરોમાં 108 ઘંટની પરંપરા મુજબ…

2026ને આવકારવા ગુજરાતીઓનું સેલિબ્રેશન શરૂ, ક્લબ-પાર્ટી પ્લોટમાં ડીજે સંગ યુવાહૈયાઓ ઝૂમી ઉઠ્યા

2025ના વર્ષના વિદાયને હવે ગણતરીના કલાકો બાકી છે. 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોટલ અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યર સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે તમામ શહેરોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નશો કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ હવે હાઈટેક લાઇટ બેટન અને બ્રેથ એનેલાઈઝર સાથે સજ્જ છે, જે વ્યક્તિએ કેટલો નશો કર્યો છે તે બતાવશે અને સમય તથા સ્થળનો રેકોર્ડ પણ રાખશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in