રાજકોટમાં ‘નકલી’નો રાફડો ફાટ્યો, થોરાળામાં નકલી પોલીસ બનીને તોડ કરનારો તોડબાજ ઝડપાયો
B INDIA રાજકોટ : રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. થોરાળા વિસ્તારમાં એક યુવક નકલી પોલીસનો ભોગ બન્યો છે. યુવક સ્ત્રી પાસે ઉભો હતો અને પોલીસ કેસ થશે એમ કહી 23,000 પડાવનાર સગીર સહીત એક આરોપીને થોરાળા પોલીસે ઝડપી પાડયો છે. અને પૂછપરછ કરતા અગાઉ પણ પોલીસના નામે તોડ કર્યાનો ખુલાસો થયો છે.મળતી માહિતી મુજબ ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામના યુવકને નકલી પોલીસનો ભેટો થયો હતો. અને રેડલાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરતો હતો. કેસ કરવાનો છે તેમ કહી ધમકાવી યુવક પાસેથી રૂ.23 હજાર લૂંટીને બે શખ્સ નાસી ગયા હતા .જેની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી આજ રોજ થોરાળા પોલીસ દ્વારા એક સગીર સહીત બે આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમજ ગુનામાં વપરાયેલ વાહન…







