બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. આસામથી પકડાયો હતો આરોપી લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો,…

સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત થયા બાદ કહ્યું “હવે નહીં ભાગું”

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પગલે પગમાં બે રાઉન્ડ ગોળી લાગી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં આવતા શિવા ટકલા બોલ્યો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.” અસલમાં શિવા ટકલા પર ગુજસીટોક, હત્યા સહિત ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું, જેમાંથી બેની હત્યા કરી, ત્રીજા યુવકને મુક્ત કરાવ્યું. ડીસીપી આલોક કુમારએ જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. રસ્તામાં વોમિટ થવાનો બહાનું બતાવતા, તે પથ્થર વડે…