સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પગલે પગમાં બે રાઉન્ડ ગોળી લાગી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
હોસ્પિટલમાં આવતા શિવા ટકલા બોલ્યો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.”
અસલમાં શિવા ટકલા પર ગુજસીટોક, હત્યા સહિત ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું, જેમાંથી બેની હત્યા કરી, ત્રીજા યુવકને મુક્ત કરાવ્યું.
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. રસ્તામાં વોમિટ થવાનો બહાનું બતાવતા, તે પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસને સ્વ-સંરક્ષણમાં ફાયરિંગ કરવું પડ્યું. સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






