Amreli: ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત

પ્લેન દુર્ઘટનાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પ્લેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે.  અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં   ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. અમરેલી જિલ્લાના ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનીંગનું મીની પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાંની સાથે જ પ્લેન ક્રેશ થતાં જ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્લેન ક્રેશની ઘટના અંગે વિવિધ પાસઓને ધ્યાને લઈને  તપાસ શરૂ કરવામાં આવી છે. આઅ સાથે જ અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટનાને લઈને…