Kerala: CMના નિવાસસ્થાન અને બેંકને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ

છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગોમાં બોમ્બની ધમકીઓ મળી રહી છે. જો કે, જ્યારે પોલીસ સ્થળોની તપાસ કરે છે, ત્યારે આ બોમ્બની ધમકીઓ ઘણીવાર ખોટી હોવાનું બહાર આવે છે. ત્યારે હવે વધુ એક વાર બોમ્બની ધમકી સામે આવી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના સત્તાવાર નિવાસસ્થાન અને પલયમમાં એક ખાનગી બેંક સામે બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ધમકીઓ ઇમેઇલ દ્વારા આપવામાં આવી હતી, જેના કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે, આ સ્થળોએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો ઈમેલ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના અંગત સચિવને મળ્યો હતો. ત્યારબાદ, પોલીસે મુખ્યમંત્રીના નિવાસસ્થાન, જે “ક્લિફ હાઉસ” તરીકે ઓળખાય છે, તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન ટીમો તૈનાત કરી હતી.…

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ EDએ નોટિસ ફટકારી નોટિસ

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.  FEMA ઉલ્લંઘન બદલ KIIFB અને વરિષ્ઠ અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવી છે, અને ₹466 કરોડ (આશરે $4.66 બિલિયન) ની રકમ અંગે પ્રશ્નો ઉભા થયા છે. પિનરાઈ વિજયન KIIFB ના ચેરમેન છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 12 નવેમ્બર, 2025 ના રોજ કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) અને તેના ટોચના અધિકારીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કથિત ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ જારી કરી હતી, જેમાં આશરે ₹466.91 કરોડની કથિત ગેરરીતિઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, KIIFB એ લંડન અને સિંગાપોર સ્ટોક એક્સચેન્જ પર મસાલા બોન્ડ જારી કરીને ₹2,672.80 કરોડ એકત્ર કર્યા હતા. આ નાણાં ECB (એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ) યોજના હેઠળ એકત્ર કરવામાં આવ્યા હતા. EDનો આરોપ…