દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી
દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ: – PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી – PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી – PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી – PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા – PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી – PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી – PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી – PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા – PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી – PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં…
રાજ્યના પોલીસ બેડામાં બઢતીની મોસમ, એક સાથે 261 ASIને મળ્યા પ્રમોશન
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 ASIને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં PSI થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે. ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં…








