ફેબ્રુઆરી 2026થી UPI માં નવા નિયમ, ટ્રાન્ઝેક્શન હવે વધુ ઝડપી અને સુરક્ષિત

ફેબ્રુઆરી 2026થી યૂનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેંટ સિસ્ટમમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ ટ્રાન્ઝેક્શન જસ્ટ 10 સેકન્ડમાં પૂર્ણ થશે, પહેલાં આ મર્યાદા 30 સેકન્ડ હતી. આ બદલાવથી પેમેંટ્સ ઝડપી, સરળ અને વિશ્વસનીય બનશે. નવા નિયમોના મુખ્ય મુદ્દાઓ: – ટ્રાન્ઝેક્શન સ્પીડ: યુપીઆઇ અને એપીઆઇ રિસ્પોન્સ હવે મહત્તમ 10 સેકન્ડમાં પૂર્ણ થશે, પીક ટાઇમ દરમિયાન પણ સરળ ચુકવણી સુનિશ્ચિત. – ડિજિટલ પેમેન્ટ ટ્રાફિક સપોર્ટ: વધતા ડિજિટલ પેમેન્ટ્સને કારણે સિસ્ટમ પર દબાણ ઘટાડવા નવા નિયમો લાગુ, ગૂગલ પે, ફોન્સ પે, પેટીએમ અને ભીમ પ્લેટફોર્મ પર વ્યવહારો વધુ સ્થિર બની રહેશે. – સુરક્ષા ચેક અને યુઝર કંટ્રોલ: મોટી રકમના ટ્રાન્ઝેક્શન્સ માટે વધારાના ચકાસણી પગલાં, પુષ્ટિકરણ સ્ક્રીન, ઓટો-ડેબિટ અને સબ્સ્ક્રિપ્શન પેમેન્ટ્સ પર વધુ નિયંત્રણ. આ ફેરફારો UPI…

UPI ફરી ડાઉન: Google Pay, PhonePe, Paytm સહિત ઘણા પ્લેટફોર્મ પર ચુકવણી બંધ, વપરાશકર્તાઓ પરેશાન

શનિવારે, ફરી એકવાર, કરોડો UPI વપરાશકર્તાઓને ડિજિટલ ચુકવણી સેવામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો. ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ એપ્સ પર યુઝર્સને ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે સામાન્ય ખરીદીથી લઈને બિલ પેમેન્ટ સુધીના ઘણા કાર્યો પ્રભાવિત થયા.   ડાઉનડિટેક્ટરે પુષ્ટિ કરી કે સમસ્યા બપોરે 12 વાગ્યે શરૂ થઈ હતી:- આઉટેજ મોનિટરિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સમસ્યાની પુષ્ટિ કરી. રિપોર્ટ અનુસાર, UPI સેવાઓમાં વિક્ષેપ બપોરે 12 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને 12:30 સુધીમાં, 1800 થી વધુ વપરાશકર્તાઓએ ફરિયાદ નોંધાવી હતી. આમાં, ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને એસબીઆઈ એપ્સ મુખ્ય હતા.   સોશિયલ મીડિયા પર યુઝર્સની ગુસ્સો:- યુઝર્સે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવા અથવા સોશિયલ મીડિયા પર અટવાઈ જવા અંગેની ફરિયાદો પણ શેર કરી.…