આખરે, CSK અને MI IPLની સૌથી સફળ ટીમો કેમ છે? સેમ કર્રને આપ્યો સાચો જવાબ
IPL ઇતિહાસમાં સૌથી સફળ ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ છે. બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને અનુક્રમે પાંચ વખત ટાઇટલ કબજે કર્યું છે. લોકો હંમેશા જાણવા માટે ઉત્સુક હોય છે કે આ ટીમો શું કરે છે? જે તેમને ખૂબ જ સફળ બનાવે છે. જો તમને પણ આવો જ પ્રશ્ન હોય તો તેનો જવાબ ઈંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કુર્રને આપ્યો છે. 26 વર્ષીય ખેલાડીના મતે આ પ્રશ્ન એકદમ સરળ છે. કારણ કે આ ટીમો માત્ર તેમના ખેલાડીઓ પ્રત્યે જ નહીં પરંતુ ક્લબમાં નિયુક્ત દરેક કર્મચારી પ્રત્યે પણ વફાદારી દર્શાવે છે. IPL 2025 ની શરૂઆત પહેલા સ્કાય ક્રિકેટ પોડકાસ્ટ પર ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસેર હુસૈન અને માઈકલ આથર્ટન સાથેની વાતચીત દરમિયાન, કુરેને CSKની વફાદારી વિશે દિલથી…
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ BCCIએ ભારતીયો પર વરસાવ્યો પૈસા, આટલા કરોડ આપવાની જાહેરાત
BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની જીત બાદ 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ નાણાકીય સન્માન ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પુરુષોની પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. ટીમે તેના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને છ વિકેટથી હરાવીને કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન સામે છ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યારે BCCI એ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે પ્રમુખ, BCCI, શ્રી રોજર બિન્નીએ ભારતીય ટીમ વિશે જણાવ્યું હતું કે, “બેક-ટુ-બેક…
ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ
ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. આ પણ વાંચો :- દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે…










