2 વર્ષથી નાના બાળકોને કફ સિરપ આપવાથી બચો: કેન્દ્ર સરકાર દ્વારા કડક એડ્વાઈઝરી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેવનથી બાળકોના મોતના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે મોટા પગલા લીધાં છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) દ્વારા દેશભરમાં કડક એડ્વાઇઝરી જાહેર કરી છે. ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની ચેતવણી આપવામાં આવી છે. શું કહે છે એડ્વાઈઝરી? – DGHSના જણાવ્યા પ્રમાણે: – 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદી માટે કફ સિરપ ન આપવો. – સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ કફ સિરપની ભલામણ નથી. – દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર ન કરવો. – દવા આપતી વખતે માત્રા, સમયગાળો અને દવાની ગુણવત્તા વિશેષ ધ્યાનમાં લેવી. કેટલાં મોત થયા? – મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 બાળકોના મોત – રાજસ્થાનમાં 2 બાળકોના મોત – બંને…







