પરમાણુ બોમ્બ મામલે પાકિસ્તાન આવ્યું હતું ભારતને ડરાવવા, નીકળી ગઈ હવા; હવે ફેરવી તોળ્યું !
પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં છે . પાકિસ્તાન પર એક બાદ એક આંકરા નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. જેને લઈને હવે તેમણે ફેરવી તોળ્યું છે. હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આસિફે એમ પણ કહ્યું કે અમે ત્યારે જ પરમાણુ હુમલો કરીશું જ્યારે તેમના દેશનું અસ્તિત્વ જોખમમાં હશે. ગયા અઠવાડિયે કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે.’ જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ભારતે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. NIA આ આતંકવાદી હુમલાની તપાસ…







