પરમાણુ બોમ્બ મામલે પાકિસ્તાન આવ્યું હતું ભારતને ડરાવવા, નીકળી ગઈ હવા; હવે ફેરવી તોળ્યું !

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં છે . પાકિસ્તાન પર એક બાદ એક આંકરા નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. જેને લઈને હવે તેમણે ફેરવી તોળ્યું છે. હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આસિફે એમ પણ કહ્યું કે અમે ત્યારે જ પરમાણુ હુમલો કરીશું જ્યારે તેમના દેશનું અસ્તિત્વ જોખમમાં હશે.

ગયા અઠવાડિયે કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે.’ જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ભારતે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. NIA આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. ભારતની કાર્યવાહી બાદ તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પરમાણુ હુમલાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ત્યારે બાદ પાકિસ્તાની અખબાર Tribune.pk અનુસાર, આસિફે કહ્યું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે પરંતુ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જો “આપણા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે”. તેમના નિવેદનને ભારત ડરાવવાના પ્રયાસ બાદ પાછળ પડી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન શિક્ષણ વિભાગ સહિત ઘણી સરકારી વેબસાઇટ્સને બનાવી નિશાન, કર્યું આ કાંડ

ખ્વાજા આસિફે પોતાની સ્પષ્ટતામાં કહ્યું, “અમે અમારા દેશનું રક્ષણ કરવા તૈયાર છીએ, પરંતુ જ્યાં સુધી અમારા અસ્તિત્વ માટે સીધો પડકાર ન આવે ત્યાં સુધી અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં.” તેમના અગાઉના નિવેદનથી એવી છાપ પડી હતી કે પાકિસ્તાન ભારતીય કાર્યવાહીના ડરથી પરમાણુ વિકલ્પ પર વધુને વધુ વિચાર કરી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

PoKમાં બેકફૂટ પર શહબાઝ સરકાર, વિરોધીઓને ગણાવ્યા ‘દેશભક્ત’; વાતચીત માટે આપ્યું આમંત્રણ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પાકિસ્તાન સરકારના વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જે Joint Awami Action Committee (JAAC) અને તેના સમર્થકોને અગાઉ કડક કાર્યવાહી અને સુરક્ષા પડકાર સાથે જોડવામાં આવતા હતા, હવે સરકાર તરફથી તેમને ‘દેશભક્ત’ ગણાવીને વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ચૂંટણી સભા દરમિયાન JAAC સાથે જોડાયેલા મોટાભાગના લોકોને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે સંકેત આપ્યો કે જો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને PoKમાં બે-તૃતિયાંશ બહુમતી મળે તો સરકાર JAACના પ્રતિનિધિઓ સાથે બેસીને તેમની માંગણીઓ પર ચર્ચા કરશે. સરકારના આ બદલાયેલા વલણને PoKમાં વધતા અસંતોષ અને ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર PML-Nએ PoK…

ગાઝા મુદ્દે ટ્રમ્પના પ્લાનને નેતન્યાહૂનો મોટો ઝટકો, ‘હમાસ ખતમ નહીં થાય ત્યાં સુધી સેના પાછી નહીં હટે’

ગાઝામાં યુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ આગળ ધપાવવામાં આવી રહેલા શાંતિ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે સ્પષ્ટ કરી દીધું કે ઇઝરાયલ ‘બોર્ડ ઓફ પીસ’ દ્વારા રજૂ કરવામાં આવેલા 15 મુદ્દાના પ્રસ્તાવને સ્વીકારતું નથી. સાથે જ તેમણે કહ્યું કે હમાસ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર નહીં થાય ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પાછી નહીં ખેંચાય. નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ બાદ આગળની શાંતિ પ્રક્રિયા, સુરક્ષા વ્યવસ્થા અને પુનર્નિર્માણને લઈને અમેરિકા તથા અન્ય દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના સમર્થનથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં હમાસના નિઃશસ્ત્રીકરણની સાથે ગાઝામાં નવી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની યોજના હોવાનું અહેવાલોમાં જણાવાયું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *