Rajkot: પદ્મીનીબા વાળા ફરી આવ્યા વિવાદમાં, હનીટ્રેપ મામલે નોંધાયો ગોંડલમાં ગુનો
ક્ષત્રિય સમાજમાં પ્રવૃત્ત અને પોતાના આંદોલનકારી ભુમિકાને કારણે જાણીતી મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર વિવાદમાં સપડાઈ છે. તેમના અને તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ B ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેજલ છૈયા નામની યુવતીએ ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને વીડિયો કોલ અને વોટ્સએપ મેસેજિંગ દ્વારા પ્રેમજાળમાં ફસાવ્યા હોવાનો આરોપ છે. યુવતીએ અંગપ્રદર્શન કરતાં આ વૃદ્ધને મનોવૈજ્ઞાનિક જાળમાં ફસાવી પૈસાની માંગણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં આરોપીઓએ વૃદ્ધના ઘરમાં જઈ ધાકધમકી આપી, અને જાણે પૂરતું ન હોય તેમ પદ્મિનીબા વાળાએ જણાવ્યા મુજબ, ફરિયાદી સામે રસ્તા પર કપડા કાઢી મારમારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે દાખલ કર્યો ગુનો: આ અંગે ફરિયાદીની રજૂઆતના આધારે ગોંડલ B…







