ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ, હવે એક ઓર્ડરમાં 3થી 5 કિલોથી વધુ નહીં મળે

તહેવારોની સિઝન નજીક આવતા જ દેશના અનેક વિસ્તારોમાં ખાંડની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘરોમાં મીઠાઈ અને વિવિધ વાનગીઓ બનાવવાની તૈયારીઓ શરૂ થતાં ખાંડની ખરીદી પણ વધી છે. આ દરમિયાન જો તમે ઓનલાઈન ક્વિક-કોમર્સ એપ અથવા મોલમાંથી મોટી માત્રામાં ખાંડ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. ખાંડની સંગ્રહખોરી અને કાળાબજારીને રોકવા તેમજ દરેક ગ્રાહકને પૂરતો જથ્થો મળી રહે તે માટે કેટલાક મોટા રિટેલર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સે ખાંડની ખરીદી પર આંતરિક મર્યાદા લાગુ કરી છે. પરિણામે હવે ગ્રાહકોને એક જ ઓર્ડરમાં અગાઉની સરખામણીએ વધુ પ્રમાણમાં ખાંડ ખરીદવાની મંજૂરી નહીં મળે. એક ઓર્ડરમાં 3થી 5 કિલો સુધીની મર્યાદા D-Mart, BigBasket, Blinkit અને Swiggy Instamart જેવા રિટેલ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ખાંડની ખરીદી માટે…

સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ

દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી (COD) માટે વધારાની ફી વસૂલવાની અનેક ફરિયાદોની નોંધ લીધી છે. આ મામલે એક કાળી પેટર્નનો ખુલાસો થયો છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શોષણનો પ્રયાસ કરે છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે તેમના સોશિયલ મીડિયા પર આ ફરિયાદ અંગે જાણકારી આપી હતી. મંત્રીના જણાવ્યા પ્રમાણે, કેશ ઓન ડિલિવરીના વિકલ્પ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા વધારાની ફી વસૂલવી, ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે અને તે રોકવામાં આવવી જોઈએ. વડાપ્રધાન વિભાગ દ્વારા ગંભીર તપાસ શરૂ વિભાગે આ મુદ્દાની વ્યાપક તપાસ શરૂ કરી છે અને ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી…