પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ : 700 દર્દીઓને મફત પોષણ કીટ, 123 ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર

પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા દ્વારા CSR અંતર્ગત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના સહયોગથી 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા આશરે 4000 ટી.બી. દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત કરવામાં સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સમયસર તથા સંપૂર્ણ દવાઓ લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે. પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા…

દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ

દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિતરણના મુખ્ય ઘટકો: 1. અનાજ વિતરણ (વિનામૂલ્યે): અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ 2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ: બાજરી…