Bindia
- Breaking News , Treding News , Trending News , નેશનલ , બીઝનેસ
- April 11, 2025
ટેરિફ યુદ્ધ બન્યું વધુ આક્રમક, અમેરિકાએ ચીન પર વધાર્યો 145% ટેરિફ
ગુરુવારે, અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો. આ અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી આયાત જકાત છે. આ પગલું ચીન દ્વારા અગાઉ લેવામાં આવેલી બદલાની કાર્યવાહીના જવાબમાં જોવામાં આવી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે આ નિર્ણય અમેરિકન બજારો અને કંપનીઓના રક્ષણ માટે લેવામાં આવ્યો છે. અમેરિકાના આ પગલાના 24 કલાકમાં જ ચીને પણ આકરી પ્રતિક્રિયા આપી. ચીનના વાણિજ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ટેરિફ હવે 125 ટકા સુધી રહેશે, જે પહેલા 84 ટકા હતો. આ સાથે ચીને અમેરિકા વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં કેસ દાખલ કર્યો છે. ચીને સ્પષ્ટતા કરી કે તે અમેરિકાના ટેરિફ વધારવાના નિર્ણય સામે કાનૂની કાર્યવાહી કરી…
Bindia Digital
- Breaking News , Treding News
- April 7, 2025
ભારતીય શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’, 10 સેકન્ડમાં જ 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ લાગુ થયા પછી, વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક પ્રભાવથી બચી શક્યું નથી. સોમવાર, 7 એપ્રિલના રોજ, ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક, BSE સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા. કોવિડ-૧૯ પછી ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. ભારતીય શેરબજારમાં મોટાભાગની કંપનીઓ લાલ નિશાનમાં ખુલી:- આ ભારે ઘટાડામાં,…








