ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. ઘટના વિગત – આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી. – આગનું મૂળ કારણ કિચન વિભાગમાંથી હોવાનું પ્રાથમિક અનુમાન. – ભાગવાની કોશિશમાં બે મૃતદેહ સીડીઓ પર મળ્યા. – ઘણા લોકો દાઝવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા. – ઘટનાની જાણ થતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક BJP MLA માઈકલ લોબો સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. CM સાવંતનું નિવેદન સીએમએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે “આ દુર્ઘટના ખૂબ જ પીડાદાયક છે. સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી…







