અમેરિકામાં ઐતિહાસિક ‘બોમ્બ ચક્રવાત’નો કહેર: 40 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત

અમેરિકામાં હાલમાં દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાતા શિયાળાના તોફાનનો સામનો કરી રહ્યું છે. ઐતિહાસિક ‘બોમ્બ ચક્રવાત’ના પ્રભાવથી દેશના ઉત્તરપૂર્વ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. 40 મિલિયનથી વધુ લોકો હિમવર્ષા અને ભારે પવનની ચેતવણી હેઠળ છે. ન્યૂ યોર્કનું આકાશ બરફથી ઢંકાયું શિયાળાના આ ભયંકર વાવાઝોડાએ Virginiaથી લઈને Maine સુધીના વિસ્તારોને બરફની જાડી ચાદરમાં ઢાંકી દીધા છે. New York Cityમાં ભારે હિમવર્ષા અને તીવ્ર પવનને કારણે માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થયો છે. શહેરનું આકાશ ઘન બરફથી ઢંકાઈ ગયું છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. શું છે ‘બોમ્બ ચક્રવાત’? ‘બોમ્બ સાયક્લોન’ અથવા વૈજ્ઞાનિક ભાષામાં ‘બોમ્બોજેનેસિસ’ એ એવું તોફાન છે જેમાં ખૂબ જ ટૂંકા ગાળામાં તેની તીવ્રતા વિસ્ફોટક રીતે વધી જાય છે. જ્યારે કોઈ…