મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખના આવશે ભારતની મુલાકાતે, વડાપ્રધાન મોદી સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતની રાજકીય મુલાકાતે આવશે. તેમની ચાર દિવસની મુલાકાત 13 થી 16 ઓક્ટોબર સુધી ચાલશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, સંસદસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, વ્યાપારી નેતાઓ અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ રહેશે. મોંગોલિયાના રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ ઉખ્નાની આ પહેલી ભારત મુલાકાત હશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ભારતીય રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરશે અને તેમના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે. પીએમ મોદી સાથે પણ મુલાકાત થશે ભારતની મુલાકાત દરમિયાન, ઉખના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. બંને ભારત અને મંગોલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. પીએમ મોદી ઉપરાંત, ઉખના ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને…
GST કલેક્શનમાં મોટો ઉછાળો, માર્ચ મહિનામાં સરકારી તિજોરીમાં ₹1.96 લાખ કરોડ થયા જમાં
GST કલેક્શન સતત સરકારની તિજોરી ભરી રહી છે. આ દરમિયાન માર્ચમાં કુલ GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થયું છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST ) ની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે. માર્ચ દરમિયાન GSTનું કુલ રિફંડમાં બમ્પર વધારો થયો છે. રીફંડમાં કુલ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું છે. જયારે માર્ચ 2025 માં રિફંડની ચોખ્ખી GST આવક રૂ. 1.76 લાખ કરોડથી વધુ રહી, જે એક વર્ષ પહેલાના સમાન મહિનાની તુલનામાં 7.3 ટકા વધુ છે. ગયા મહીને ફેબ્રુઆરી માસમાં GST વસૂલાત 9.1% વધીને…








