બાળકો ગોખણિયા શિક્ષણને કહેશે અલવિદા… રાજ્ય સરકારની નવતર પહેલ, “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ

આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે 74 હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ…

‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો – વાલીઓ માટે તા. 1 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો વડાપ્રધાનને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વિડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી…