બાળકો ગોખણિયા શિક્ષણને કહેશે અલવિદા… રાજ્ય સરકારની નવતર પહેલ, “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ

આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે 74 હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે.

દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ જાદુઈ પીટારા થકી સરકારી શાળાના બાળકોને ગોખણિયું શિક્ષણ નહીં, પરંતુ ભાર વિનાનું ભણતર, લાંબા ગાળા સુધી યાદ રહે તે પ્રકારની પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો એક સરાહનીય પ્રયાસ છે.

આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી NEP-2020 અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને ધ્યાને લઇ NCERT, ભારત સરકાર દ્વારા નિર્મિત જાદુઈ પીટારા બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વર્ગખંડોમાં આપવામાં આવી રહ્યા છે.

આ જાદુઈ પીટારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ને ધ્યાને લઇ ટોય બેઝ પેડાગોજી આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન માટે વિશેષ નિર્માણ કરવામાં આવ્યું છે. આમાં રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ 30 જેટલી સામગ્રી સાથે તેના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેના અસરકારક વર્ગખંડ વ્યવહાર માટેનું વાતાવરણ પૂરું પાડવા અર્થે વિવિધ સંસાધનો પ્રાપ્ત કરાવવામાં આવી રહ્યા છે.

આ જાદુઈ પીટારામાં સંગીતના સાધનો, રમત-ગમતના સાધનો,પપેટ્સ, મણકા,શૈક્ષણિક રમકડાં, પઝલ, રસોડા સેટ જેવી અનેક સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. ત્યારે પાયાના શિક્ષણ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની આગેવાનીમા શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો આવકારવા દાયક બની રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…