ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સર્જ્યો ઈતિહાસ

ગાંધીનગર/ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી કમિશ્નરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતા ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે; તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર તા.26 જાન્યુઆરીથી શરૂ કરી તા.27 જાન્યુઆરીના રાત્રે 11.45 કલાક સુધી યોજાયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિવસના…

કેન્દ્રીય બજેટ 2026-27 માટે જનતાના સૂચનો આમંત્રિત, ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે સરકારની તૈયારીઓ શરૂ

કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજેટને વધુ લોકભોગ્ય અને વ્યાપક બનાવવા માટે નાણા મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગજગત પાસેથી સૂચનો અને અભિપ્રાયો આમંત્રિત કર્યા છે. વર્ષ 2025ના અંતિમ મહિનાઓમાં જ બજેટ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે. નાણા મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે આગામી કેન્દ્રીય બજેટ માટે જનતાના સૂચનો ખૂબ મહત્વના રહેશે. સરકારનો ઉદ્દેશ્ય બજેટ પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકશાહી બનાવવાનો છે. MyGov પ્લેટફોર્મ પર આપી શકાશે સૂચનો નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાગરિકો MyGov (માય ગવર્નમેન્ટ) પ્લેટફોર્મ મારફતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકશે. આ સૂચનોમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને આર્થિક વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થવાની અપેક્ષા છે. ‘વિકસિત ભારત’…