ગાંધીનગર: નભોઈ પંપિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ, 5 મેના રોજ સેક્ટર 1થી 30માં પાણી કાપ જાહેર
ગુજરાતના પાટનગર ગાંધીનગરના વાસીઓ માટે ભારે ગરમી વચ્ચે મુશ્કેલીજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, 5 મે 2025ના રોજ, શહેરના સેક્ટર 1થી 30 સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. નભોઈ પંપિંગ સ્ટેશનમાં થયેલો ઇલેક્ટ્રિક ફોલ્ટ, જેના કારણે સમગ્ર પાટનગરના મહત્વના વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી શકે છે. ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પાણી પુરવઠો ખોરવાયો શાસન તંત્રના જણાવ્યા અનુસાર, નભોઈ પંપિંગ સ્ટેશનમાં વિજળીની લાઈનમાં તકલીફ સર્જાઈ છે. આ કારણે પંપિંગ સિસ્ટમ કામ કરતી રોકાઈ ગઈ છે અને આગામી 24 કલાક માટે પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. કયા વિસ્તારો પર પડશે અસર? ગાંધીનગરના સેક્ટર 1થી 30 સુધીના તમામ રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારો આ પાણી કાપની અસર હેઠળ આવશે. તેમાંથી ઘણા વિસ્તારોમાં મોટા હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને શાળાઓ પણ આવે…







