પેપર લીક મામલે 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઉતરશે ઠાકરે બંધુઓ
મહારાષ્ટ્રમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થી આંદોલન વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ જણાવ્યું છે કે આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના રોષને સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે. મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઠાકરે બંધુઓએ પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સરકારને આ મુદ્દે જવાબદારી લેવી જોઈએ. ઠાકરે બંધુઓની સંયુક્ત જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેતી નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ…
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…
EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક…
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ફરી ખતરો? આયુષ શર્માને મળ્યો ધમકીભર્યો મેઈલ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બનેવી આયુષ શર્માને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઈમેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મોકલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. પ્રોટોન મેઈલ દ્વારા મોકલાયો ઈમેલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બુધવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે આયુષ શર્માને પ્રોટોન મેઈલ મારફતે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો. ઈમેલમાં શું લખાયું હતું તે અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. રણવીર સિંહને પણ ધમકી આ ઘટના પહેલાં અભિનેતા રણવીર સિંહને પણ વોટ્સએપ પર ધમકીભર્યો વોઇસ મેસેજ મળ્યો હતો, જેમાં કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પોલીસ મુજબ…
મુંબઈ એરપોર્ટે બનાવ્યો નવો ઇતિહાસ: એક જ દિવસે 1,036 ફ્લાઇટ મૂવમેન્ટ, જૂનો રેકોર્ડ તોડ્યો
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA)એ ફરી એકવાર પ્રદર્શન કર્યું છે કે તે દેશનું સૌથી વ્યસ્ત અને કાર્યક્ષમ એરપોર્ટ છે. તહેવારો અને રજાઓની મુસાફરીની ભારે માંગ વચ્ચે, 21 નવેમ્બર, 2025ના રોજ CSMIAએ એક જ દિવસે 1,036 એર ટ્રાફિક મૂવમેન્ટ (ATM) નોંધાવીને પોતાનો જ બનાવેલો જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો. આ અગાઉનો રેકોર્ડ 11 નવેમ્બર, 2023ના રોજ 1,032 ATM નો હતો. નવો આકરો આંકડો મુંબઈ એરપોર્ટની ક્ષમતા, આયોજન અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. મુસાફરોની સંખ્યામાં પણ રેકોર્ડસરખો ઉછાળો તે દિવસે કુલ 1,70,488 મુસાફરોએ CSMIA પરથી મુસાફરી કરી હતી. જેમાં: – સ્થાનિક મુસાફરો: 1,21,527 – આંતરરાષ્ટ્રીય મુસાફરો: 48,961 આ આંકડો 11 જાન્યુઆરી, 2025ના રોજ નોંધાયેલા 1,70,516 મુસાફરોના રેકોર્ડની બરાબરી કરે છે. આ દિવસે: – 86,443 મુસાફરો મુંબઈ આવ્યા…
હાઇ એલર્ટ વચ્ચે CSMT બસ ડેપો ખાલી, શંકાસ્પદ બેગને લઈને મુંબઇમાં ગભરાટ
મુંબઈ શહેરમાં હાઇ એલર્ટ વચ્ચે ગભરાટના માહોલ સર્જાયો, જયારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) બસ ડેપોમાં શંકાસ્પદ લાલ બેગ મળી આવી. ઘટના સાંજે 4:45 વાગ્યે વેઇટિંગ એરિયા પાસે સર્જાઈ, જેને પગલે ડેપો તાત્કાલિક ખાલી કરાવાયો. સુરક્ષા કાર્યવાહી ડેપો અધિકારીઓએ મુસાફરો અને સ્ટાફને તરત બહાર કાઢ્યું. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ અને બેગની ઝીણવટભરી તપાસ કરી. ઘટનાના શરૂઆતમાં ડેપોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ખોટો એલાર્મ તપાસ બાદ, પોલીસએ રાહતભર્યા સમાચાર આપ્યા કે બેગમાં કંઈપણ હાનિકારક સામગ્રી નહોતું. ઘટના ખોટો એલાર્મ જાહેર કરવામાં આવ્યો. થોડીવાર પછી બસ સેવાઓ ફરી શરૂ થઈ, પરંતુ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ચેતવણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા પર અસર દિલ્હી…
મુંબઈ આર્મી હેડક્વાર્ટરમા ચોરી : કર્નલના કેબિનમાંથી પિસ્તોલ, રોકડ અને ચાંદી પકડાઈ
મુંબઈના આર્મી હેડક્વાર્ટરમાં કર્નલના કેબિનમાંથી એક પિસ્તોલ, નવ જીવતા કારતૂસ, 450 ગ્રામ ચાંદી અને ₹3 લાખ રોકડ ચોરી થતાં દેશની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ચાર દિવસની તપાસ પછી, મલાડમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સફળતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની વસ્તુઓ અને ઉપયોગમાં લેવાયેલા સાધનો જપ્ત કર્યા. આરોપીઓ પહેલા ગોવા ભાગી ગયા હતા અને પછી પાછા ફર્યા ત્યારે ધરપકડ કરવામાં આવ્યા. ગુનો કેવી રીતે થયો અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ પાછળથી હેડક્વાર્ટરમાં પ્રવેશ્યા અને પિસ્તોલ અને રોકડ ચોરી કરી. આ ઘટના સુરક્ષિત વિસ્તારમાં બની, જે ગંભીર ચિંતાનો વિષય છે. આરોપીઓ વ્યાવસાયિક ચોર ધરપકડ કરાયેલા લોકો અગાઉ અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા અને લાંબા સમયથી આ ગેંગ ક્રાઇમમાં સંલગ્ન છે. આગળની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચ…















