રોહિત શેટ્ટી પર હુમલાનો ‘ક્રાઈમ માસ્ટરમાઇન્ડ’ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધું કનેક્શન
બોલિવૂડની એક્શન ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર ૩૧ જાન્યુઆરી રાત્રે થયેલા ગોળીબારના હુમલામાં અત્યાર સુધી ચાર આરોપીઓ પકડાયા છે. મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરાયેલ તપાસમાં ખુલ્યું કે આ હુમલાના મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર શુભમ લોંકર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. શુભમ લોંકર અગાઉ એક સામાન્ય ખેડૂત અને ગોવાળ હતો, પરંતુ હથિયારોના વેપારમાં જોડાયા બાદ ગુનાખોરી તરફ આગળ વધ્યો. ઓક્ટોબર ૨૦૨૪માં થયેલી બાબા સિદ્દીકી હત્યા અને સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં પણ તેનો નામ નોંધાયેલું હતું. હાલ પકડાયેલા આરોપીઓમાં આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી અને સ્વપ્નિલ સકટનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાનો હેતુ બોલિવૂડમાં ભયનો માહોલ ઊભો કરવો અને ખંડણી વસૂલ કરવી હતો. દરેક…







