રોહિત શેટ્ટી પર હુમલાનો ‘ક્રાઈમ માસ્ટરમાઇન્ડ’ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધું કનેક્શન

બોલિવૂડની એક્શન ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર ૩૧ જાન્યુઆરી રાત્રે થયેલા ગોળીબારના હુમલામાં અત્યાર સુધી ચાર આરોપીઓ પકડાયા છે. મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરાયેલ તપાસમાં ખુલ્યું કે આ હુમલાના મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર શુભમ લોંકર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે.

શુભમ લોંકર અગાઉ એક સામાન્ય ખેડૂત અને ગોવાળ હતો, પરંતુ હથિયારોના વેપારમાં જોડાયા બાદ ગુનાખોરી તરફ આગળ વધ્યો. ઓક્ટોબર ૨૦૨૪માં થયેલી બાબા સિદ્દીકી હત્યા અને સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં પણ તેનો નામ નોંધાયેલું હતું.

હાલ પકડાયેલા આરોપીઓમાં આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી અને સ્વપ્નિલ સકટનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાનો હેતુ બોલિવૂડમાં ભયનો માહોલ ઊભો કરવો અને ખંડણી વસૂલ કરવી હતો. દરેક આરોપી શુભમ લોંકરના સીધા સંપર્કમાં હતો અને બિશ્નોઈ ગેંગ તરફથી સૂચનાઓ પ્રાપ્ત કરતો હતો.

હજુ એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસ અલગ-અલગ ટીમો દ્વારા ઓપરેશન ચલાવી રહી છે. રોહિત શેટ્ટી પર થયેલો આ હુમલો બોલિવૂડ અને અન્ડરવર્લ્ડ વચ્ચેના જોખમી કનેક્શનને ફરીથી સામે લાવ્યું છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…