મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર” ના સમાપન સમારોહમાં રવિવારે સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતનો હેતુ શક્તિનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ વિશ્વને સાચી દિશા આપવાનો છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે આજનું વિશ્વ ઉપભોક્તાવાદ અને ભૌતિકતામાં ડૂબી ગયું છે, જેના કારણે આધ્યાત્મિક ખોટ ઊભી થઈ છે. આ આધ્યાત્મિક અભાવને કારણે વૈશ્વિક સ્તરે ઉગ્રવાદ અને અસંતુલન વધતું જઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે આર્થિક કે લશ્કરી શક્તિના આધારે નહીં, પરંતુ સદ્ભાવના, સંસ્કાર અને માનવ મૂલ્યોના આધારે “વિશ્વગુરુ”ની ભૂમિકા નિભાવવી પડશે. “વિશ્વગુરુ”ની કલ્પના અંગે વાત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે…

ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી. તેમણે આ નિવેદન RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે કોલકાતામાં આયોજિત “100 વ્યાખ્યાન શ્રેણી” કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું, “જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, શું તેને બંધારણીય મંજૂરીની જરૂર પડે? એ જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું સન્માન થાય છે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર રહેશે.” તેમણે ઉમેર્યું કે સંસદ બંધારણમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી. RSS વડાએ સ્પષ્ટ કર્યું કે જે કોઈ વ્યક્તિ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે…

પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું આ નિવેદન પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરી તણાવ વધારવાનું કામ કરી શકે છે. વિવાદાસ્પદ નિવેદન શું હતું? પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું,”પાકિસ્તાન અલ્લાહના નામે બનેલું રાષ્ટ્ર છે. આપણા રક્ષકો અલ્લાહના સૈનિકો છે. આ વખતે, ઇન્શાઅલ્લાહ, ભારત તેના વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” આ નિવેદન સાથે તેમણે ભારતના રાજકીય અને લશ્કરી નેતાઓના તાજેતરના નિવેદનોને “ખોવાયેલો વિશ્વાસ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ” ગણાવ્યા અને ભારત સરકાર પર આંતરિક અસંતોષથી ધ્યાન ભટકાવવા તણાવ ઊભો કરવાનો આરોપ મૂક્યો. ભારતીય પ્રતિસાદ: “ઓપરેશન સિંદૂર 1.0” નો ઉલ્લેખ પાકિસ્તાની આ નિવેદન…

મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ તે રૂમ પર કબજો કર્યો છે અને હવે તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. ભીડમાં તાળીઓની ગૂંજ વચ્ચે ભાગવતના આ નિવેદનને વિશાળ સમર્થન મળ્યું હતું.”અખંડ ભારતના ભાવે – કબજાયેલો રૂમ પાછો લઈશું” મોહન ભાગવત મધ્યપ્રદેશના સતનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું,”આખું ભારત એક ઘર છે. અમારા ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. મારું ટેબલ, ખુરશી અને કપડાં ત્યાં છે. હવે સમય આવશે જ્યારે આપણે તે રૂમ પાછો લઈ લેવો પડશે.” તેઓએ આ નિવેદન સાથે એ પણ ઉમેર્યું કે વિભાજન વખતે…

પહેલગામ હુમલાને લઇ PM મોદીની RSS વડા મોહન ભાગવત સાથે મહત્વપૂર્ણ બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હ્રદયદ્રાવક આતંકવાદી હુમલાના સમાચાર બાદ ભારતના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા મંચ પર ચિંતાનો માહોલ છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, જેમાં પહેલીવાર સરકારી સ્તરે હુમલાની પાછળ રહેલા મુદ્દાઓ અને ભારતના પ્રતિસાદ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. દિલ્હી સ્થિત પીએમ નિવાસસ્થાન પર બેઠક આ બેઠક નવી દિલ્હીમાં વડાપ્રધાનના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને સાંજે યોજાઈ હતી અને લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના મતે, આ મુલાકાત પહેલગામ હુમલા બાદ ઉભી થયેલી આંતરરાષ્ટ્રીય અને ઘરની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. PM મોદીએ આ બેઠક પહેલાં દેશના ટોચના રક્ષાપ્રણાલી અધિકારીઓ સાથે પણ ઊંચી સ્તરે ચર્ચાઓ યોજી હતી. પહેલગામમાં…