એપ્સ્ટેઇન ફાઇલોમાં નામ વચ્ચે બિલ ગેટ્સે કરી મોટી કબૂલાત, રશિયન મહિલા સાથે સબંધ મામલે શું કહ્યું ?

જેફરી એપ્સટિન સાથે જોડાયેલા વિવાદને કારણે વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ કેસમાં ફસાયેલા બિલ ગેટ્સ હવે માફી માંગી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું છે કે તેમના બે રશિયન મહિલાઓ સાથે સંબંધો હતા. તાજેતરના નવા દસ્તાવેજોના ખુલાસા પછી વધી રહેલા વિવાદ વચ્ચે, ગેટ્સે તેમની સંસ્થા બિલ ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીઓની જાહેરમાં માફી માંગી છે અને કહ્યું છે કે તેમણે એક મોટી ભૂલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક આંતરિક ટાઉન હોલ મીટિંગમાં, ગેટ્સે તેમના ભૂતકાળના સંબંધો વિશેના પ્રશ્નોના જવાબ આપતા સ્વીકાર્યું કે એપ્સટિન સાથે સમય વિતાવવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમનો પરિચય કરાવવો એ “મોટી ભૂલ” હતી.તેમણે કહ્યું કે આ નિર્ણયથી સંસ્થાના લોકોને અસ્વસ્થતા અનુભવાઈ, જેના માટે તેઓ જવાબદારી લે છે. બે અફેર…

માઇક્રોસોફ્ટ કરશે 1.5 લાખ કરોડનું રોકાણ, સત્ય નડેલાનો ઐતિહાસિક નિર્ણય

ભારતના ડિજિટલ ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ. ટેક જગતની વૈશ્વિક મહાશક્તિ માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું નાણાકીય રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO સત્ય નડેલાએ જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં 1.5 લાખ કરોડ રૂપિયા (લગભગ 17.5 બિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ માહિતી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ આપી. AI ઇકોસિસ્ટમને વેગ આપવા માટે માઇક્રોસોફ્ટનો ઐતિહાસિક નિર્ણય સત્ય નડેલાએ જણાવ્યું કે ભારત AIના ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ ધરાવે છે અને માઇક્રોસોફ્ટ ભારતને “AI-પાવર્ડ ફ્યુચર” તરફ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. નડેલાએ લખ્યું “ભારતના AI અવસરો પર PM મોદી સાથે પ્રેરણાદાયક ચર્ચા. માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું — 17.5 બિલિયન ડોલરનું રોકાણ ભારત માટે કરશે.” આ રોકાણ ભારતના AI First Vision…

Microsoftના CEO સત્યા નડેલા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, AI કોન્ફરન્સમાં આપશે હાજરી

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા પ્રભાવ અંગે ચર્ચા કરવા અને ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. એક મીડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નડેલા ડિસેમ્બરમાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગના નેતાઓ અને કંપનીના કર્મચારીઓને મળશે. નડેલા તેમની મુલાકાત દરમિયાન AI-સંબંધિત અનેક મહત્વપૂર્ણ પરિષદોને સંબોધિત કરશે. કંપનીએ હજુ સુધી તેમની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ મુલાકાત માઇક્રોસોફ્ટ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-અમેરિકા સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. બંને દેશો તાજેતરના મતભેદોને બાજુ પર રાખીને ટેકનોલોજી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દરમિયાન, ભારત સરકાર “મેક ઇન…

Windows10 માટે સપોર્ટ બંધ કરશે માઈક્રોસોફ્ટ, લાખો યુઝર્સ પાસે જાણો હવે શું ઓપ્શન

વિશ્વભરમાં લાખો Windows 10 યુઝર્સ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. માઈક્રોસોફ્ટ 14 ઓક્ટોબર, 2025 ના રોજ Windows 10 માટે સત્તાવાર સપોર્ટ બંધ કરશે. આનો અર્થ એ છે કે આ તારીખ પછી Windows 10 ચલાવતા ઉપકરણોને સુરક્ષા પેચ, ટેકનિકલ સુધારા અથવા નવી સુવિધાઓ પ્રાપ્ત થશે નહીં. Windows 10 2015 માં લોન્ચ થયું હતું અને હવે તે તેની લાઈફ સાયકલના અંતમાં પહોંચી ગયું છે. આ ઐતિહાસિક અપગ્રેડ પછી, માઇક્રોસોફ્ટ યુઝર્સને Windows 11 માં અપગ્રેડ કરવાની ભલામણ કરે છે. જોકે, કંપની એક વર્ષનો સપોર્ટ એક્સટેન્શન પણ આપી રહી છે, પરંતુ આનાથી યુઝર્સને પૈસા ખર્ચ થશે. શું કમ્પ્યુટર કામ કરવાનું બંધ કરી દેશે? Windows 10 સપોર્ટ બંધ થવાનો અર્થ એ નથી કે કમ્પ્યુટર્સ કામ કરવાનું બંધ કરી દેશે. સિસ્ટમ…