મુંબઈ: 55.12 કિમી લાંબો ઉત્તન-વિરાર જળમાર્ગ પ્રોજેક્ટ મંજૂર, ટ્રાફિક સમસ્યામાંથી મળશે મોટી રાહત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે રાજ્ય સરકારે ઉત્તન-વિરાર (ફેઝ-1) દરિયાઈ પુલ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપી દીધી છે. આ 55.12 કિમી લાંબા મેગા પ્રોજેક્ટનું નામ “મુંબઈ-વાધવા એક્સપ્રેસવે કનેક્ટિવિટી” રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ મુંબઈ, ઉત્તન, વસઈ અને વિરારને મુખ્ય દરિયાકાંઠા દ્વારા જોડશે અને ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લાવશે. પ્રોજેક્ટની વિગતો – કુલ લંબાઈ: 55.12 કિમી – મુખ્ય દરિયાઈ પુલ: 24.35 કિમી – કુલ ખર્ચ: ₹58,754.71 કરોડ – મહારાષ્ટ્ર સરકારનું યોગદાન: ₹11,116 કરોડ વ્યાજમુક્ત ગૌણ લોન – MMRDAનું યોગદાન: ₹3,306 કરોડ – ભંડોળ મોડેલ: 25% ઇક્વિટી + 75% દેવું – બાહ્ય દેવું: ₹44,000 કરોડથી વધુ એકત્ર કરવાની મંજૂરી – જમીન સંપાદન, પુનર્વસન અને DP સુધારણા: મંજૂર – ટોલ અને આવક સાધનો: ટોલ વસૂલાત, જાહેરાત/ઉપયોગીતા ચાર્જ…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદના કેડિલા ફ્લાયઓવર વિસ્તારમાં 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. 70 મીટર લાંબો અને 670 મેટ્રિક ટન વજનનો વિશાળ બ્રિજ આ સ્ટીલ બ્રિજ 70 મીટર લાંબો, 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. તેનો કુલ વજન લગભગ 670 મેટ્રિક ટન છે. નવસારી ખાતેની આધુનિક વર્કશોપમાં તેનું ફેબ્રિકેશન પૂર્ણ કર્યા બાદ તેને હેવી-ડ્યુટી ટ્રેલર્સ દ્વારા સુરક્ષિત રીતે નિર્માણ સ્થળે લાવવામાં આવ્યો હતો. બ્રિજને જમીનથી 16.5 મીટર ઊંચે ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટીલ સ્ટેજિંગ પર એસેમ્બલ કરવામાં આવ્યો. તેની મજબૂતી સુનિશ્ચિત કરવા માટે આશરે 29,300 TTHS…








