મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાયરીંગ, 11 લોકોના મોત

મેક્સિકોના ગુઆનાહુઆટો રાજ્યમાં ફૂટબોલ મેચ પર સશસ્ત્ર દળોએ હુમલો કર્યો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના લોમા ડી ફ્લોરેસ વિસ્તારમાં બની હતી, જ્યાં લોકો ફૂટબોલ મેચ માટે ભેગા થયા હતા. હુમલાખોરોએ અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સ્થાનિક મેયર ઓફિસે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ, સેના અને નેશનલ ગાર્ડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ હુમલાખોરોની શોધ માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે. ગુઆનાહુઆટો રાજ્ય મેક્સિકોનું સૌથી હિંસક રાજ્ય…