ટ્રમ્પનું મોટુ પગલું, ગેરકાયદે પ્રવાસીઓથી ભરેલુ પ્લેન ભારત મોકલ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટા પાયે દેશનિકાલ ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત, સોમવારે એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે વિમાન ઓછામાં ઓછા 24 કલાકમાં ભારત પહોંચી જશે.વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ પહેલો ભારત દેશનિકાલ છે. મહત્વનું છે કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સંમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લાવવાની વાત કરી હતી. -> યુએસ આર્મી પાસેથી પણ મદદ માંગી :- ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેના આ અભિયાનમાં ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ સેનાની પણ મદદ માંગી છે. આ માટે, યુએસ-મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થળાંતર કરનારાઓને…