જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાન ઝડપાયા, જાણો વિગત
ગીરના જસાધાર રેન્જમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સિંહની ગેરકાયદેસર પજવણી (Lion Chasing) કરતા વેરાવળના ત્રણ યુવાનને વન વિભાગે ઝડપી પાડ્યા છે. માહિતી અનુસાર, બાબરીયા રેન્જના વન અધિકારીએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય શખ્સોને પજવણી કરતા ઝડપી લીધા અને તેમને જસાધાર રેન્જના RFOને સોંપ્યા હતા. મોબાઇલ તપાસતા ભાંડો ફૂટ્યો વનવિભાગે ત્રણે યુવકોના મોબાઇલ ચેક કરતા તેમાં સિંહની પજવણીના વીડિયો મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ વારંવાર જંગલ વિસ્તારમાં જઈ સિંહોની પજવણી કરતા અને વીડિયો શૂટ કરતા હતા. વન વિભાગે આ વિડીયો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યા છે. કાનૂની કાર્યવાહી અને રિમાન્ડ વન અધિકારીઓએ ત્રણે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં, તેમને જૂનાગઢ જેલમાં…







