નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN
ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગીર સોમનાથ: SP જયદીપસિંહ જાડેજાના આદેશથી 82 પોલીસકર્મીઓની બદલી; પોલીસ બેડામાં ખળભળાટ
ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી સાધારણતા વધારવા અને પોલીસ વિભાગમાં નવી વ્યવસ્થાપન રચના કરવા જિલ્લા પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય કર્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે 82 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે, જેને કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે। 57 પોલીસકર્મીઓ માત્ર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી બદલી બદલી કરાયેલા 82 કર્મચારીઓમાં સૌથી મોટી ખાસિયત એ છે કે માત્ર 57 પોલીસકર્મીઓ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી છે. એક જ પોલીસ સ્ટેશનમાંથી આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓની બદલી સામાન્ય રીતે દુર્લભ માનવામાં આવે છે, જેના પગલે આ કામગીરી વહીવટી દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણી શકાય છે। વહીવટી ફેરફારનો મોટો સંકેત સામાન્ય રીતે પોલીસ વિભાગમાં સમયાંતરે બદલીની પ્રક્રિયા ચાલતી રહે છે, પરંતુ આ…
સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ અશ્લીલ અને માનસિક અસર પહોંચાડનારા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “મોબાઇલમાં એપ ખોલતા જ એવો કન્ટેન્ટ સામે આવી જાય છે, જે જોવો યોગ્ય નથી. સમાજ પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.” કોર્ટએ સ્પષ્ટ કર્યું કે— – OTT અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શરૂ થવા પહેલાં સ્પષ્ટ એલર્ટ અને ડિસ્ક્લેમર ફરજિયાત હોવા જોઈએ. – માત્ર 18+ પ્રેક્ષકો પર ફોકસ પૂરતું નથી;…
વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા
ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…
રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા
રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સાથે, આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી કુલ ₹4.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઓળખાણથી લઈને ફસાવવાની આખી કાવતરાખોરી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતીની શરૂઆત પ્રીતિ ઘેટીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પ્રીતિએ યુવતીનો પરિચય મુકેશ સોલંકી સાથે કરાવ્યો. બંનેએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને યુવતીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક આવેલા પ્રીતિના ફ્લેટ પર બોલાવી હતી. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ મુકેશ સોલંકી દ્વારા દુષ્કર્મ કરાયું હતું. ન્યૂડ ફોટા…












