બિહાર ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. દરમિયાન, રવિવારે પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણીઓ 22 નવેમ્બર પહેલા પૂર્ણ થશે, કારણ કે વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. 4 અને 5 ઓક્ટોબરના રોજ પંચે બિહારની મુલાકાત લીધી હતી , જ્યાં મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષો, અધિકારીઓ, પોલીસ અને નાગરિક સમાજ સાથે મુલાકાત કરી હતી. ચર્ચામાં કાયદો અને વ્યવસ્થા, ખર્ચનું નિરીક્ષણ અને મતદાન મથકોની વ્યવસ્થાનો સમાવેશ થતો હતો. રાજકીય પક્ષોએ તબક્કાઓની સંખ્યા અંગે સૂચનો આપ્યા હતા અને પંચે છઠ પૂજા 18-28 ઓક્ટોબર)…
IRCTC કૌભાંડનો 13 ઓક્ટોબરે ચુકાદો, લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને કોર્ટમાં રહેવા આદેશ
રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે 13 ઓક્ટોબરે પોતાનો આદેશ જાહેર કરશે. કોર્ટે તે દિવસે તમામ આરોપીઓને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં લાલુ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત અન્ય લોકોને આરોપી તરીકે નામ આપ્યા છે. રાંચી અને પુરીમાં બે IRCTC હોટલના ટેન્ડર સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર કેસમાં આરોપો ઘડવા અંગે રાઉઝ એવન્યુ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. કોર્ટ નક્કી કરશે કે ચાર્જશીટમાં સૂચિબદ્ધ કયા આરોપો ટ્રાયલનો આધાર બનશે અને કયા આરોપોને કેસમાંથી બાકાત રાખવામાં આવશે. શું મામલો છે? આ કેસ લાલુ પ્રસાદ યાદવના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એક કંપનીને બે IRCTC હોટલના જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત…
નીતિશ પાછા ફરવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા, તેમની બધી ભૂલો માફ કરી દઇશુઃ લાલુ યાદવ
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષના અવસર પર નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પલટવાર કરતા લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું છે કે જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર તેમની સાથે ગઠબંધનમાં આવે છે તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવનું આ નિવેદન એટલા માટે હેડલાઇન્સમાં છે કારણ કે મકરસંક્રાંતિની આસપાસ બિહારની રાજનીતિમાં અવારનવાર કોઈને કોઈ રમત જોવા મળતી હોય છે. નવા વર્ષ નિમિત્તે બિહારની એક સ્થાનિક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, ‘નીતીશ કુમાર આવતા હોય તો તેમને સાથે કેમ ન લઈએ ?. સાથે રહો અને કામ કરો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો નીતિશ કુમાર આવશે તો શું આરજેડી તેમની…









