કચ્છમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત, માતા ગંભીર
B INDIA કચ્છ : કચ્છનાં મુન્દ્રામાં આજે વહેલી સવારે એક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘરમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. આ સાથે માતાને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે બની આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આમાં એફએસએલના રિપોર્ટ બાદ જ…







