ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકારની લાલ આંખ, બે વર્ષમાં ઝડપ્યું આટલા કરોડનું ડ્રગ્સ
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે. ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી સરકાર…
ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ, ગ્રીન ગ્રોથને મળશે વેગ
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્ય મંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ કરાયું હતું. મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના નેતૃત્વમાં, ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા અને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા પ્રણાલીઓ તરફ ઝડપી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતના પંચામૃત સંકલ્પો, Nationally , Determined Contributions (NDCs) તથા વિકસિત ગુજરાત @ 2047ની દૃષ્ટિ સાથે સુસંગત આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની…








