કરાચીથી અમદાવાદ લૅન્ડ થયેલા બે હેલિકોપ્ટર પર મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો

સાંજે આશરે 6:30 વાગ્યે કરાચીથી અમદાવાદ એરપોર્ટ પર બે વિદેશી હેલિકોપ્ટર ઉતરતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે ભારતમાં પાકિસ્તાની વિમાનો માટે હવાઈ અવકાશ બંધ છે ત્યારે આ હેલિકોપ્ટર કેવી રીતે દેશની હદમાં પ્રવેશ્યા એને લઈને ચર્ચા જાગી હતી. જો કે હવે જાણવા મળ્યું છે કે આ હેલિકોપ્ટરોને સમગ્ર ટ્રાવેલ માટે રાજદ્વારી મંજૂરી અપાઈ હતી. કોના છે હેલિકોપ્ટર? આ બંને હેલિકોપ્ટર મલેશિયાની પ્રાઈવેટ કંપની AGL/ALCC Aviationની માલિકી ધરાવે છે. હેલિકોપ્ટરના રજિસ્ટ્રેશન નંબર N118NZ અને N114DV છે અને તે Leonardo AW139 મોડલના છે. ખાસ વાત એ છે કે બંને હેલિકોપ્ટર **યુએસ (US)**માં રજિસ્ટર્ડ છે અને પાકિસ્તાનમાં રજિસ્ટર નથી, જેથી તેઓ પરંપરાગત રીતે પાકિસ્તાની અથવા ભારતીય અવકાશ પ્રતિબંધ હેઠળ ન આવે. હેલિકોપ્ટરોની મુસાફરીની વિગતો અનુસાર, તેમણે સાઉદી અરબથી ગ્વાદર,…