જેતપુરમાં DYSP કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ, પીડિત પરિવારે કરી ન્યાયની માંગ
B INDIA જેતપુર : જેતપુરમાં DYSP કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી હતી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ LCB અથવા જૂનાગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે. યુવતીના પરિવારને શંકા છે કે, જૂનાગઢ પોલીસ આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે. અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે…







