ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…

ગુજરાત પર તોળાતું શક્તિ’ વાવાઝોડાનું સંકટ, તંત્ર આવ્યું એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 460 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. બીજી તરફ આ વાવાઝોડું 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી છે પરંતુ 6 ઓક્ટોબર આસપાસ તેનો દિશા પરિવર્તન થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ જેના કારણે તે ગુજરાતના દરિયાકાંઠાને સીધી અસર કરી શકે છે. જૂનાગઢ, દ્વારકા, દિવ, પોરબંદર અને ગિરસોમનાથમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારી કરતાં દરિયાખેડુઑને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદની…

જુનાગઢ રોપ-વેમાં જવાનો પ્લાન કરતાં હોય તો ખાસ વાંચજો.. આટલા દિવસ રહેશે બંધ

તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને 3 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુનાગઢમાં આવેલ ગિરનાર પરના રોપવેનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આગામી 7,8 અને 9 ઓક્ટોબરના રોજ રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતની જાણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ જુનાગઢ ખાતે આવેલ રોપવે એક અનોખુ આકર્ષણ ધરાવે છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ કર્યું હતું. આ રોપવે પર ઓનલાઈન…

જૂનાગઢમાં ગેસ પાઇપલાઇનનાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે સવારના સમયે JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અડધો કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસે રહેલી ખાણીપીણીની દુકાનોમાં કામ કરી રહેલા અને પસાર થઈ રહેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ખાણી પીણીની દુકાન ચલાવી રહેલા શૈલેષભાઈ સોલંકી…

જૂનાગઢ: ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ, આ કારણે લેવાયો નિર્ણય

રાજ્યમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે જુનાગઢમાં આજે સવારથી જ પવનનું ભારે જોર જોવા મળ્યું છે. જુનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. આજે ગિરનાર રોપ-વે બંધ રહેતા પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો…

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી

આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર 27/03/2025 થી 7/04/2025 સુધી નોંધણી કરાવી શકાશે. ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે. તે જ પાક અને જાતનું બિયારણ મળવાનું રહેશે. જેમની અરજી મંજૂર થશે, તેમને અરજીમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ અથવા વિતરણ અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. બિયારણ લેવા માટે ખેડૂતમિત્રોએ સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ,…

આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

–> આજે મહા સુદ આઠમ આઈ શ્રી ખોડીયાર માતાજી ની જન્મ જયંતી નિમિતે સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર ખાતે આજે વ્યાસ પરીવાર દ્વારા હવન યજ્ઞ કર્યો હતો અને સમસ્ત વ્યાસ પરીવાર દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે ખોડીયાર માતાજી ના જન્મ દિવસની ઉજવણી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આજે કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર નવું બનાવવા સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા નિર્ણય કરાતા તમામ પરીવારોએ તન મન ધનથી ખાત્રી આપતા આવનાર દિવસોમાં મંદિર બનાવાશે તેમ વ્યાસ પરીવાર દ્વારા જણાવાયું હતું

માળીયા હાટીના હાટી ક્ષત્રિય સમાજના 28 સમૂહ લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન

હાટી ક્ષત્રિય સમાજના 66 યુગલોએ સાધુ સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા.છેલ્લા  28 વર્ષથી સતત દર વખતે 60 ઉપરાંત યુગલોના લગ્ન આ હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા થતા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે. અને આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધે છે.       આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતો મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ભવનાથ, વિજયબાપુ સતાધાર, અશ્વિન્ગીરી ચોટીલા ચામુંડા માતાજી મહંત, સહિત આઈ શ્રી નિર્મલા માં, આઈ શ્રી દેવળમાં, આઈ બેલી માં, આઈ શ્રી દેવલ માં સહિત માતાજી અને ખાસ આ તકે…